એ કોણ હતી?

(16)
  • 3.2k
  • 5
  • 1.3k

"અરે, અરે, અરે! ચાવી લાવ!" કહીને મહેશે એના ભાઈ પાસેથી લગભગ ચાવી છીનવી જ લેતા કહ્યું. "ચાલ નિશાંત..." કહીને એણે બાઈકની ચાવી નાંખી અને બાઈક ચાલુ કરી દીધી!!! ગામડાના એ કાચા રસ્તાઓને પાર કરતી બાઈક ભરજોશે આગળ વધી રહી હતી. "શું... ઓ ભાઈ? ક્યાં જઈએ છીએ આપણે?!" નિશાંત એ સ્વાભાવિક જ પૂછ્યું. "અરે કઈ નહિ, કહું છું હમણાં!" કહીને મહેશે વાત ટાળી દીધી. "ચેતન અગ્રવાલને તમે ઓળખો છો?!" એક ઘરના દરવાજે જઈ એણે કહ્યું તો સામે વાળી આંટી તો વિચારમાં જ પડી ગઈ! "ચેતન... હા... એ તો અમારા ઘરની વહુનો ભાઈ છે!!! હા તો તમારે શું કામ છે?!" એણે શકભરી