અંધકાર

  • 2.7k
  • 750

સુર્યનાં ત્રાંસા થતાં જતાં કિરણોને કારણે નાળીયેરીનાં લાંબા - લાંબા પડછાયા અતિ લાંબા થઈ રહ્યાં હતાં. સમુદ્રનાં મોજાં ઉછળી - ઉછળીને નીચે પટકાઈ રહ્યા હતાં. સહેલાર્થીઓ પોતાના નિવાસસ્થાન તરફ પાછા ફરી રહ્યાં હતાં. કલરવ કરતાં પક્ષીઓ પણ પોતાના માળામાં જઈ રહ્યા હતાં. સમુદ્રનો ઘૂઘવાટ અને પક્ષીઓનો કલરવ સંભળાઇ રહ્યાં હતાં. બાકી સર્વત્ર શાંતિ જ શાંતિ હતી. અચાનક સમરની નજર નાળીયેરીનાં વૃક્ષને અઢેલીને બેઠેલ નિરવ પર પડી. સમુદ્ર કિનારે કોઈ રહ્યું ન હતું. ફક્ત નિરવ નાળીયેરીનાં વૃક્ષની નીચે બેઠો હતો. બેશુદ્ધ, બેધ્યાન જાણે કે પ્રદર્શન માટે ખડી કરેલ પ્રતિમા ન હોય! સમરે તેનાં ખભા પર હાથ મૂક્યો છતાં