જગતનો સમ્રાટ (ભાગ-14) આગળના ભાગમાં આપણે જોયું કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા ઘોષિત કર્યા બાદ જૈનીષ, દિશા અને બીજા વિદ્યાર્થીઓની સાથે સાથે આનંદ સર અને મીતાબેનનું સ્કુલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સ્કુલના મેદાનમાં પંડાલ બાંધીને તેમાં એક સ્ટેજ તૈયાર કરી તમામ વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે, તથા જૈનીષ અને દિશાને પણ વિશેષ મહત્ત્વ આપીને તેમનું સન્માન તેમના માતા પિતા દ્વારા કરાવવામાં આવે છે. તદુપરાંત આનંદ સર અને મીતાબેનને પણ તેમના વિશેષ પ્રયત્નો અને મેહનત માટે તેમનું પણ અભિવાદન કરવામાં આવે છે. સન્માન સમારોહ દરમિયાન આનંદ સરને એક ફોન આવે છે અને તેઓ ફોન પર થયેલ વાતચીત આચાર્ય