ડીટેકટિવ મતાહરી - 2

(15)
  • 3.9k
  • 3
  • 1.3k

2. નિશાંત અને માતાહરી બંને ગાર્ડનમાં એક બેંચ પર બેઠા હતા. બંનેએ નોર્મલ કપડા પહેર્યા હતા. ‘મને બોલાવવાનું કારણ ? તમે સીધા જ કમિશનર સર સાથે વાત કરી શકતા હતા ને ?’ નિશાંતે પૂછ્યું.‘તમને કેટલા માણસો ઓળખતા હશે ?’ માતાહરીએ પ્રતિપ્રશ્ન કર્યો. નિશાંતથી હસી જવાયું. ‘તમે કહેવા શું માંગો છો ?’‘આમાં હસવા જેવી કોઈ વાત નથી. કહો ?’‘મારા સ્ટાફના મિત્રો અને મારા સગાસંબંધીઓ... કદાચ થોડાક બીજા કોઈ વ્યક્તિઓ ઓળખતા હોય.’ નિશાંતે હાસ્યના ભાવ સાથે કહ્યું.‘અને તમારી ઉંમર કેટલી હશે ?’‘વોટ ? આઈ મીન તમે શા માટે પૂછો છો હું સમજી નથી શકતો. તમે મને તો ખૂની નથી સમજી રહ્યા ને ?’‘ઓકે. સમજાવું. તમને