' એક ઉમ્મીદ ભાગ - ૧ ' દરરોજની માફક એ દિવસે પણ મુંબઈના દરિયાકાંઠે સમીસાંજ નું વાતાવરણ બન્યું હતું. સૂર્ય ધીમે ધીમે બસ અદ્રશ્ય થવાને આરે હતો અને પંખીઓ કલબલાટ કરતા આવજો કહી રહ્યા હતા. વ્યોમમાં પથરાતા અનેક રંગો વડે આહલાદક વાતાવરણ બની રહ્યું હતું પણ એ થી તદ્દન વિરુદ્ધ દ્રશ્ય મનસ્વીના અંતરમાં પ્રવર્તતું હતું. લથડાતાં પગે એ કિનારે રહેલી પારી પર ચાલતી હતી કદાચ હવે એને કોઈ પણ જાતનો ભય રહ્યો ન હતો...! એ બસ ચાલતી હતી એક છેડેથી બીજા છેડે વારંવાર....કોણ જાણે શુ કરી રહી હતી. અચાનક એનો પગ લપસ્યો માંડ માંડ થતું શરીરનું સંતુલન છૂટ્યું અને