જૉકર – સ્ટૉરી એક લુઝરની – 45 

(75)
  • 5.9k
  • 4
  • 2.3k

જૉકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 45 લેખક – મેર મેહુલ સુરત છોડી હું માઉન્ટ આબુ આવી ગયો તેને એક મહિનો થઈ ગયો હતો.મારી જિંદગી બદલાય ગઈ હતી.હું મારાં પોતાના કહી શકાય એવા વ્યક્તિઓમાં બકુલ સિવાય કોઈના સંપર્કમાં નહોતો.નિધિ સાથે પણ મેં છેલ્લે સુરત હતો ત્યારે જ વાત કરી હતી. મારી દાઢી અને વાળ પણ વધી ગયાં હતાં.હું પોતાની આદત મુજબ સનસેટ પોઇન્ટ પર બેઠો હતો.મને એની યાદ સતાવતી હતી એટલે હું રડતો હતો.એટલામાં કોઈએ પાછળ આવીને મને કહ્યું, “રોને સે અગર સબ કુછ ઠીક હો જાતા તો મેં ચોબીસો ઘંટે રોતી રહતી”