સરળ સંહિતા મોતીની. - ૫

  • 3.5k
  • 1.2k

૯.સાચો પ્રેમ ગુજરાતનું એક અનન્ય શિક્ષણ ઘરેણું એટલે ઋષિવર્ય નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત લોકભારતી વિદ્યાપીઠ.આજના અંગ્રેજી કેળવણીના ધખારાની વચ્ચે ભારતીય કેળવણી આપનારા જે કેટલાક જૂજ કેળવણીધામ બાકી રહ્યા છે તેમાનું એક એટલે લોકભારતી.એ લોકભારતીમાંથી આપણને એક આદર્શ અંગ્રેજીના અધ્યાપક અને ગુજરાતી સાહિત્યને એક હાસ્યલેખક મળ્યા જેનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ.વિદ્યાર્થીઓમાં તે 'બુચદાદા'ના નામે જાણીતા છે.આજે એના જીવનનો એક પ્રસંગ આપણને સાચા પ્રેમની પરિભાષા શીખવશે જ એવી મને આશા છે. લોકભારતી પહેલેથી જ સહશિક્ષણની હિમાયત કરનારું કેળવણી તીર્થ બની રહ્યું છે.એમાં એક વખત બુચદાદાને ત્યાં ટી.વાય.માં ભણતા બે ભાઈ અને બહેન આવ્યા.આવીને તેમણે બુચદાદાને કહ્યું,''દાદા, અમે બંને ત્રણ