સોમવાર સપ્તાહનો પ્રથમ દિવસ, વૈશાખ મહિનાની ત્રાહિમામ પોકારાવતી ભીષણ ગરમીના પ્રકોપથી પરસેવે નીતરતાં, ઓફીસ ટાઇમના પીક અવર્સની ભરચ્ચક ભીડને ચીરતા મહાત્મા સર્કલ પાસે સીટી બસના પીક-અપ પોઈન્ટ પર બસના ડ્રાઈવરએ તેની રોજિંદી આદત મુજબ અચાનક મારેલી હળવી બ્રેકના આંચકાના કારણે ભરચ્ચ્ક ભરેલી બસના પેસેન્જર અસંતુલિત થઇ જતાં આવનારા મુસાફરોની આસાનીથી બસમાં દાખલ થવાનો માર્ગ મોકળો થઇ ગયો.જોબ પર જવાના દિવસો દરમિયાનના વર્ષોથી ષટ્કોણ જેવા ઘડી કાઢેલા દિનચર્યાના દિશાનિર્દેશ મુજબ અચૂક કોઈપણ ભોગે એ જનમેદનીમાં જોતરાઈને ૯:૩૫ એ ૩૪૦ નંબરની બસમાં હંમેશની માફક દાખલ થવાની ક્રિયા હવે માધવી માટે એક યંત્રવત પ્રક્રિયાથી વિશેષ કંઈ જ નહતું.માધવી.. માધવી દલાલ. ૨૪ વર્ષીય માધવી એ લાઈટ