અર્ધી રાતે આઝાદી - પુસ્તક પરિચય

(19)
  • 43.6k
  • 6
  • 14.1k

અર્ધી રાતે આઝાદી - લેરી કોલિન્સ અને દોમિનિક લેપિયરઅનુવાદક - અશ્વિની ભટ્ટ "કહે છે કે ઇતિહાસ આપણને એકની એક ભૂલો ફરી ન કરવાનું શીખવે છે. પણ જ્યારે આવી ગાથાઓ આવી સત્યકથા વાંચીએ છીએ, ત્યારે જ સમજાય છે કે આપણે કશું શીખતા નથી. ભૂતકાળ કે તવારીખની જાણે આપણને કશી જ અસર થતી નથી, નહિ તો મહાત્માને ગોળીએ દીધા ન હોત ! પણ કોણ જાણે માનવીનું કરાલ ખપ્પર લોહીથી ભીનું રહે તેમ માનવજાતને હાંકનારા રાજકીય નેતાઓના અજ્ઞાતમનની એ વાસના હશે ! કે પછી માનવીમાં જિજીવિષા કરતાં મૃત્યુની એષણા પ્રભાવશાળી હશે ! માનવીના હૃદયમાં ભલે ઈશ્વર વસતો હશે ... પણ તેના માનસમાં