જોકર – સ્ટોરી એક લુઝરની ભાગ – 42 લેખક – મેર મેહુલ ખુશાલે જૈનીતનું લાલ જેકેટ ઉતારી કેસરી શર્ટના બટન ખોલ્યા.શર્ટ ખોલતાં તેની નજર સામે જે નજારો હતો એ જોઈને ખુશાલથી આવી સ્થિતિમાં પણ હસવું આવી ગયું. “શાણો માણસ છે”ખુશાલે કહ્યું. જૈનીતના કેસરી શર્ટ નીચે બુલેટ પ્રૂફ જેકેટ હતું.જોકરના કપડાંમાં જૈનીતને જોઈને ખુશાલને આશ્ચર્ય તો થયું જ હતું.હવે તેને વિશ્વાસ આવી ગયો કે મામલો તેણે ધર્યો એટલો સીધો નથી.ખુશાલને પણ જોકર પસંદ હતો એટલે જ તેણે જીદ કરી આ બંગલાનું નામ ‘જોકર બંગલો’ રખાવ્યું હતું. તેણે આહીસ્તાથી જેકેટને જૈનીતના શરીરથી દુર કર્યું.કવચ એટલું