લોકડાઉનની લ્હાય

  • 3.1k
  • 979

લોકડાઉન - ઘરબંધી કે કર્ફ્યુ કે જનતા કર્ફ્યુ જેવા શબ્દો 90ના દાયકામાં જન્મેલી એક આખી પેઢીએ અત્યાર સુધી માત્ર સાંભળ્યા હતાં. પોતાના કુટુંબના સભ્યો પાસેથી કર્ફ્યુ ના કારનામા સાંભળીને બચાડાઓને એમ થતું હશે કે એમણે જોયું ને આપડે રહી ગયા!!! પણ પેલું રહોન્ડાબેન વાળું સિક્રેટ છે ને કે તમે જે વિચારો તે આ બ્રહ્માંડમાં ગોળ ફરીને પાછું તમારી પાસે જ આવે છે, તે લો આવી ગયું. લોકડાઉન શરૂઆતમાં લોકોને બહુ મજા પડી ગઇતી. રોજે રોજ લોકડાઉનના જુદાં જુદાં ફાયદાઓ ગણાવી ગણાવીને આપણને કન્ફ્યુઝ કરી નાખ્યાતા કે આ તો કોરોના લોકડાઉન છે કે હોલીડે ટૂર !! ગવર્મેન્ટને પણ બિચારીને હાશકારો થયો હશે કે ચલો પત્યું આપણા દેશમાં લોકો