રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 10

(88)
  • 5.8k
  • 2
  • 2.1k

મોટા પગલાંઓનું રહસ્ય ખુલ્યું..____________________________ સવારના પાંચ વાગ્યાં હશે.. સમગ્ર ટાપુ ઉપર ઝાંખું-ઝાંખું અંધારું છવાયેલું હતું. કેપ્ટ્ન હેરી ઝાડ ઉપર બાંધેલા માંચડા ઉપર જાગીને બેઠા-બેઠા ચારેય બાજુ દૂર સુધી નજર ઘુમાવી રહ્યા હતા. ત્યાં તો એમની નજર મેદાનના અલ્સ પહાડના તરફના છેડે ચોંટી ગઈ. એક વિશાળ કાળો ઓળો અલ્સ પહાડની ટેકરી તરફ જઈ રહ્યો હતો. કેપ્ટ્ને તરત જ બધા સાથીદારોને જગાડ્યા અને બધાને અલ્સ પહાડની ટેકરી તરફ ખસી રહેલો વિશાળ ઓળો બતાવ્યો."પ્રોફેસર... ચાલો જલ્દી એનો પીછો કરીએ..' કેપ્ટ્ન હેરીએ પ્રોફેસર સામે જોતાં કહ્યું."પણ એ આટલું બધું વિશાળ શું હશે..? રોકીએ વચ્ચે પ્રશ્ન કર્યો. રોકી હજુ પણ અલ્સ પહાડની ટેકરી તરફ