રતનમાસી

(21)
  • 3.8k
  • 1.2k

ગઈ રાતે ખૂબ જ બરફ પડયો હતો અને તેથીજ આજે ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. અને આવી કકળતી ઠંડીની અનુભૂતિ તો ત્યારે થાઈ જયારે બસ સ્ટોપ પર દરરૉજ કરતા વધારે સમય ઉભા રહેવું પડે. કારણકે આજે બસ લગભગ એક કલાક મોડી હતી. પણ પછીથી ખબર પડી કે કોઈ સંત પધાર્યા છે. ભક્તો આતુરતાપૂર્વક આ સંત ના દર્શન કરવા રહ્યા હતા. હું માનું છું કે લોકો ઠંડી ને કારણ અથવા તો પછી બસની રાહ જોતા જોતા કંટાળી ગયા હશે. કોઈપણ ના ચહેરા ઉપર આછું એવું સ્મિત પણ ન હતું. કે પછી સ્મિત સાથે મિત્રતા ઓછી થઈ ગઈ. એવું લાગતું હતું