યોગ-વિયોગ - 17

(304)
  • 29.1k
  • 11
  • 19.4k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૭ દિલ્હી-મુંબઈની જેટ એરવેઝની ફ્લાઈટ મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પણ લેન્ડ થઈ ત્યારે રાતના સાડા દસ થવા આવ્યા હતા. બપોરે શ્રાદ્ધ પતાવી, જમી અને એ જ એ.સી. ઇન્ડિકા ટેક્સીમાં વસુમા અને ત્રણ ભાઈઓ હરિદ્વારથી દિલ્હી આવવા નીકળ્યા હતા. દિલ્હીથી સાડા આઠની જેટ એરવેઝની ફ્લાઇટ પકડીને એ લોકો મુંબઈ ઊતર્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. શહેર આખું વરસાદમાં તરબોળ હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો... એરપોર્ટના અરાઈવલ ટર્મિનલની બહાર ઉતાવળે નીકળીને અભયે ચારે બાજુ જોયું. ‘‘વૈભવી પાસે ફ્લાઇટની વિગતો હતી જ એટલે એ લેવા તો આવી જ હશે !’’ એ જ વખતે પાછળ પાછળ અલય,