રાઈટ એંગલ - 44 - છેલ્લો ભાગ

(70)
  • 3.1k
  • 2
  • 1.3k

રાઈટ એંગલ પ્રકરણ–૪૪ બીજે દિવસે સવારથી જ કોર્ટના પ્રાંગણમાં મહિલા સંસ્થાના કાર્યકરો, મિડિયાના પત્રકારો, ચેનલ રિપોર્ટર્સ ફોટોગ્રાફર્સની અને ઓબી વેનની જમાવટ થઈ ગઈ હતી. મિડિયા આ કેસની સરખામણી પરેશ રાવલની ફિલ્મ ‘ઓહ માય ગોડ‘ સાથે કરી હતી. કારણ કે એ ફિલ્મમાં ધરતીકંપમાં થતાં નુકસાન માટે ભગવાનને જવાબદાર ઠેરવીને એમની સામે વળતર મેળવવા માટે કેસ કરવામાં આવ્યો હતો જેનો વિચાર આજસુધી કોઈ કર્યો ન હતો કે ધરતીકંપ આવે તો અને નુકસાન થાય તો એના વળતર મેળવવા માટે ભગવાન સામે કેસ કરી શકાય. તેવી જ રીતે આજસુધી કોઈએ કશિશની જેમ વિચાર્યું ન હતું કે પોતાને મરજી મુજબ જાણીજોઈને માત્ર છોકરી હોવાના કારણે