પ્રકરણ- ૮ ગુલાબની પાંખડી જેવી કોમળ રાત પુરી થઈ, ગલગોટા જેવી ઝાકળભરી સવાર ઉગી નીકળી.જયેશભાઈની આંખ ખુલી તો પહેલું ધ્યાન ઘડિયાળ તરફ ગયું. ઘડિયાળમાં તો સાડા દસ થઈ ગયા હતા. મનમાં નાનું મોજું આવ્યું કે સરિતાએ મને જગાડ્યો નહીં. આળસને અલવિદા કહેતા.. અવાજ કર્યો. "સરિતા.. સરિતા..." સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. બારી માંથી પોતાના ઓરડામાં તડકો આવીને બેસી પણ ગયો હતો, ઉભા થયા તો નાઈટલેમ્પની બાજુમાં કાગળ પડ્યા હતા. પ્રેમની એક બાજુએથી વર્ષો પહેલા પપ્પાનું ખૂન કર્યું ત્યાંથી ચાલવાનું કર્યું હતું આજ મારું પોતાનું ખૂન કર્યું ત્યાં સુધી હું ચાલી, આજ મેં પ્રેમથી પ્રેમ સુધીનું અંતર માપી લીધુ