રાત્રિના બાર વાગી ગયા હતા.વાંચીને તમે સુવાની તૈયારીમાં હતા.તમારી રૂમ-પાર્ટનર રીટા તો અગિયાર વાગ્યે સૂઈ ગઈ હતી.અચાનક તમારા રૂમનો દરવાજો કોઈકે ખખડાવ્યો.રાત્રે બાર વાગ્યે હોસ્ટેલમાં રૂમ નો દરવાજો ખખડે એ આમ તો મોટી વાત ના કહેવાય એટલે તમે સાહજિકતાથી દરવાજો ખોલેલો.એક બુકાનીધારી શખ્સ એકદમ રૂમમાં દાખલ થયો અને અચાનક તમારી રૂમ પાર્ટનર રીટાના શરીરમાં ધડાધડ ત્રણ ગોળી ધરબીને તમે કંઈ સમજોએ પહેલાં તો હોસ્ટેલની તમારા રૂમની રસ્તા પર પડતી બાલ્કની કૂદીને ફરાર થઇ ગયેલો,હિના. તમે બચાવો-બચાવોની બૂમો પાડતા રીટાના શરીરમાંથી વહેતી લોહીની ધારાઓને જોઈ ગભરાઈ ગયેલાં.થોડી ક્ષણો પહેલાં ગોળીઓ છૂટવાની અને હવે તમારી બચાવો-બચાવોની બૂમો સાંભળીને હોસ્ટેલનાં વોર્ડન સહિત બીજી