પાનખરમાં મ્હોરી વસંત.. ભાગ -1

  • 2.8k
  • 1
  • 872

ટાંકણી પડે તો ય અવાજ થાય એવી શાંત અને સૌજન્યશીલ કર્મચારીઓ ધરાવતી એ ઓફીસમાંઆજે જાણે શેરબજાર ખુલ્યું હોય એવો કોલાહલ હતો. બધાં જ જાણે મોહિની શાસ્ત્રી આવું કેવી રીતે કરી શકે એ ખબરથી હલબલી ગયેલાં. સહુનાં મોંઢા એટલાં સવાલ હતાં, પણ બધાં જ સવાલોનાં મૂળમાં હતાં મોહિની શાસ્ત્રી.. !!હેં.. આવું કેવી રીતે બને..?? નાં.. નાં.. આજે કોઈએ એપ્રિલ વગર જ એપ્રિલફૂલ બનાવ્યાં લાગે છે. બાકી મોહિની અને આ સમાચાર હોય નહી..!!અલ્યાં, આવી કલ્પના તો સપનામાં પણ નાં સુજે.. !!પણ સાચું શું એ કોને પૂછવું હવે..?? હાં, કોથળાંમાંથી શું નીકળે એ તો કાલે જ ખબર પડશે હવે.. !!કર્મચારીઓ આવાં અનેક વાક્યો બોલી રહ્યાં હતાં.પુરુષો જ નહીં મહિલા