તપારો (વાર્તા સંગ્રહ)

(1.3k)
  • 4.5k
  • 1
  • 1.1k

તગારે તપાવી નગારે વગાડો, તપારે જ જીવન ચમકતું મળે છે. -(૧૨/૫/૨૦૧૮) ટુંકી વાર્તા : -- સજ્જનની સિંગ એટલે ... બસ એના જેવી સિંગ ક્યાંય ન થાય. મોટી બધી કઢાઈમાં તપાવે તો ય સજ્જનના હાથનો જાદુ તે કેવો, ક્યાંય ના મળ્યું હોય તેવું સ્વાદનું સંમોહન તેની તપાવેલ સિંગ પાસેથી સાંપડે. વગર કોઈ જાહેરાત કર્યે મલકમાં પ્રખ્યાત થઈ ગઈ સજ્જનની સિંગ. કહે છે ને સજ્જનોનો સંગ સારા પરિણામ જ આપે. અને એક સદવિચાર ને મુદ્રાલેખ ની જેમ સજ્જને