વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૧

(40)
  • 11.4k
  • 1
  • 5k

આજે સેજકપરનું વાતાવરણ એકદમ માયુસ હતું,જેમ ઉનાળામાં પુષ્પો કરમાવવા લાગે એમ ગામના ઝાડવા પણ કરમાયેલા લાગતા હતા. પવન સાવ થંભી ગયો હતો. ગામમાં જાણે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવો માંહોલ બની ગયો હતો. અને કેમ ના હોય કારણ કે આજે આખા ગામની લાડકી દીકરી દેવલની જાન વિદાય થતી હતી. અને વાત પણ સાચી, પહેલાના સમયમાં દીકરીની વિદાય સમયે વાતાવરણ સાવ નીરસ બની જતું. કારણકે કોઈ દિવસ નહિ જોયેલી ભોમકા પર એને પોતાની જિંદગી કાઢવાની હોય છે. એ પંખી એકવાર પોતાના માળા માંથી ઉડી જાય પછી પાછું આવશે કે નહીં એ પણ ખબર નથી હોતી. બીજું કે દેવલ ના લગ્નનું