સારથિ Happy Age Home 3

(22)
  • 3.7k
  • 2
  • 1.4k

સાંજે સારથીમાં રહેતા દરેક વડીલ વ્યક્તિએ જાણે પોતાનો જ દીકરો હોય એવા ઉમળકાથી માનવને બર્થડે વિશ કરેલું ત્યારે માનવને એક પળ માટે લાગેલું જાણે એ કેટલાય વરસોથી આ બધાથી પરિચિત છે! બધા જ ચહેરા એક બીજાથી તદ્દન જુદા હતા છતાં એ બધામાં કશુંક કોમન હતું! શું?નવાઈની વાત છે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિ/વ્યક્તિઓને પહેલી જ વખત મળતા હોઈએ ને છતાં દિલ કહે, હું આ લોકોને પહેલા પણ મળી ચૂક્યો છું! કોઈ જ ઓળખાણ ના હોય છતાં એવું લાગે આપણે એ અપરિચિત જણાને જાણીએ છીએ... હાલ માનવની હાલત પણ એવી જ હતી. એના જ જન્મદિવસની પાર્ટીમાં