ગુજરાતી ટૂંકીવાર્તામાં સમયે-સમયે નૂતન સર્જકોના હાથે નૂતન આવિષ્કારો ઝીલાતા રહ્યા છે. ટૂંકીવાર્તા અનુ-આધુનિક સમયમાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનાએ વધુ લોકપ્રિય અને લોકભોગ્ય સ્વરૂપ બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં અનુ-આધુનિકતાના સમયગાળામાં અનેક નવા સર્જકો પ્રગટ થયા, તેમાંય મુખ્યત્વે વાર્તાકારો. શ્રી સુમન શાહ પ્રેરિત ‘સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ’માંથી પ્રગટેલા અનેક વાર્તાકારો આજે પોતાની નવી ઓળખ ઊભી કરી શક્યા છે. જેમાં અજય ઓઝા, જીગ્નેશ ભ્રહ્મભટ્ટ, રામ મોરી, સાગર શાહ, અજય સોની, ભરત સોલંકી વગેરે પોતાની અનુભૂતિ અને અભિવ્યક્તિના આધારે આગવી ઓળખ ઊભી કરી શક્યા છે. માત્ર કળાના જ સ્વરૂપને ધ્યાનમાં રાખી વાર્તા રચતા આવા એક નોંધપાત્ર વાર્તાકાર એટલે અજય સોની. અજય સોની પાસેથી ‘રેતીનો