નગર નિર્માણની યોજના.._______________________"આ છે અલ્સ પહાડ.. મેદાનને બે ભાગમાં પરિવર્તિત કરીને વચ્ચે વહી રહી છે એ છે ઝોમ્બો નદી..' કેપ્ટ્ને એમના સાથીદારોને માહિતી આપતા કહ્યું. આગળના દિવસે જ્યોર્જ અને પીટરને મળ્યા બાદ બીજા દિવસની વહેલી કેપ્ટ્ન હેરી , પ્રોફેસર અલ્બુકર્ક , જોન્સન , ફિડલ અને રોકી અલ્સ પહાડની તળેટી પાસે આવી ગયા.અલ્સ પહાડની ઉપર તરફ વચ્ચેથી નીકળતો પાણીનો ધોધ નીચે આવેલી શીલા સાથે અથડાઈને ઝોમ્બો નદીમાં ભળી જતો હતો. અલ્સ પહાડ અને તેની આસપાસ આવેલી ટેકરીઓ સવારનો પહોર હોવાથી ધુમ્મસથી ઘેરાયેલી હતી.અલ્સ પહાડને ઘેરીને નીકળેલી ઝોમ્બો નદી અલ્સ પહાડના આગળના ભાગે આવેલા મેદાનને બે ભાગમાં વહેંચીને જંગલમાં પ્રવેશતી હતી. કેપ્ટ્ન