પિતા એટલે જમીનમાં ઊંડે સુધી મૂળથી જકડાયેલું ધેધુળ વડલો જેની છત્રછાયામાં બાળકો નિશ્ચિતતાથી રહેતા હોય. પિતા એટલે સવારથી રાત સુધી ઘરનું ભરણ પોષણ કરવા સતત મહેનત કરતુ ચરિત્ર. પિતા પરિવાર માટે સપનાઓ જુએ છે., વાવે છે અને ઉગાડે છે. આપણા સપનાને પાંખો અને ઉડવા માટે આકાશ આપે તે પિતા. પિતાં થી ઘરમાં ખુશીઓ આવે છે. ગમે તેટલા દુઃખ કે તકલીફો આવે તે પરિવાર પર તેની અસર થવા ન દે. ગુણવંત શાહના મતે "પિતા એટલે કબીરવડ, માતા એટલે લીલી નાળિયેરી, બંને વચ્ચે સરખામણી ન હોય, જીવનમાં બંનેની જરૂર. " પિતાજ આપણને