“ કેશા, મારી લાડલી હવે ઊઠ, તારી નર્સરી જવાનો સમય થઈ ગયો છે.” વંદના કેશાને પથારીમાંથી ગોદમાં લઈ લાડ કરતાં બોલી. “મમ્મી થોડી વાર સુવા દે ને...”આંખો ચોળતી બાળસહજ સ્વભાવે કેશા બોલી. “ બેટા, નર્સરી જવાનું છે ને?ત્યાં ટીચર તારી રાહ જોતાં હશે,સરસ રમાડશે, મજા આવશે,ચાલો જલ્દી તૈયાર થઈ જા.” આમ કહેતાં એને ગોદમાં લઈ વંદના ઊભી થઈ, કેશાને નવડાવીને તૈયાર કરી.તેને ભાવતો નાસ્તો ડબ્બામાં ભરી અને તેને નર્સરી મૂકી આવી. કેશા વંદના અને નીરવની એકમાત્ર દીકરી જે ઘણી પૂજા,માનતાઓ પછી દેવની દીધેલ.બંને કેશાને ખૂબ પ્રેમ અને લાડથી ઉછેરતાં. દિવસો વીતતાં ગયા અને કેશા મોટી થતી ગઈ.સુખ અને