કાવ્યસેતુ - 1

  • 7.4k
  • 2.6k

મેઘધનુષ દિલ ની રંગીન ચાદર માં,રંગીન સપનાઓ સાથે, તારી અને મારી આ જિંદગી રંગીન બને!એમાં તારો રંગ કૈક જુદો ને મારો રંગ કૈક જુદો,આપણા રંગબેરંગી રંગની મધુમય બને સંગત,લાલ તારા પ્રેમ નો,પીળો મારા વ્હાલ નો,લીલો તારી સાદગી નો, તો કેસરી મારી ઉગ્રતાનો,નીલો તારા સ્મિત નો, જાંબલી આપણી મધુરતાનો,વાદળી તારી શીતળતા નો, તો વધેલા બધા સુખ દુઃખ ના,આ બધાય રંગો ની રંગત માં,આપણે રંગાતા અને રૂપતા સ્નેહે,ને જીવતા આ રંગબેરંગી મેઘધનુષ!(15/05/2014)‘સેતુ’ — શ્વેતા પટેલ.............................................................................માંગુ …. જીવનભર તારો સાથ માંગુ, સાથી તારો પ્યાર માંગુ,અવનવી મહેફિલોની રોનક સંગ,સાથી તારો નજારો માંગુ,અઢળક વાતોના વંટોળમાં,તારા વિશ્વાસનો વિસામો માંગુ,માંગી આમ તો આખી જિંદગી,છતાં પલે પલ ના પારખાં