યોગ-વિયોગ - 5

(353)
  • 46.4k
  • 26
  • 27.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૫ ધ્રૂસકે ધ્રૂસકે રડતી અંજલિની પીઠ પર વસુમાનો હેતાળ હાથ ફરી રહ્યો હતો. વૈભવી મનોમન આગ લગાડવાની પોતાની તરકીબ કામ ન લાગી એમ વિચારીને અકળાઈ રહી હતી. જાનકીએ વસુમાના શબ્દો સાંભળ્યા, “આવતી કાલે સવારે મારી અડતાલીસ કલાકની મુદત પૂરી થાય છે. બેટા, જો આવતી કાલ સવાર સુધી તારા પિતા નહીં આવે તો હું મંગળસૂત્ર ઉતારીને મૂકી દઈશ. આપણે કાશી જઈને એમના શ્રાદ્ધની વિધિ કરી દઈશું. એ પછી એ આવે તો પણ...” જાનકીને આ સ્ત્રીની સ્વસ્થતા અને પરિસ્થિતિ સાથે પનારો પાડવાની આખીયે રીત બહુ નવાઈ ભરેલી લાગી. ‘કેટલી બધી સ્વાભાવિકતાથી એણે સત્યોને સ્વીકાર્યાં હતાં !’