કાવતરું - 4

(67)
  • 5.3k
  • 3.7k

કાવતરું ભાગ –4 લેખક – મેર મેહુલ “આપણે પાંચ લાખની જ વાત થઈ હતીને ભૂરા”રઘુવીર ટ્રેડિંગનો માલિક મનસુખ ભૂરાને સમજાવવાની કોશિશ કરતો હતો. “વાત તો પાંચ લાખની જ થઈ છે માલિક પણ મારી પાસે જે માહિતી છે એની સામે તમે દસ લાખ તો શું કરોડ રૂપિયા આપવા પણ તૈયાર થઈ જાઓ.મેં તો દસ લાખ જ માંગ્યા અને પેલાં વીડિયોનું શું?,કોઇએ મને વિડિયો મોકલ્યો છે અને મને બ્લેકમેઇલ કરે છે.એને એક લાખ નહિ આપું તો મારાં તો રામ રમી જ ગયાં છે અને હું ફસાઈશ તો તમે પણ….સમજ્યાને મારી વાત”ભૂરાએ ચોખ્ખાં શબ્દોમાં ધમકી આપી. “ધમકી આપવાથી કોઈનું સારું નહિ થાય ભૂરા.