રાઈટ એંગલ - 29

(24)
  • 3.3k
  • 1
  • 1.5k

રાઈટ એંગલ પ્રકરણ–૨૯ ‘ડેડ, હું માત્ર નાણાવટી પરિવારની પુત્રવધુ નથી. એક સ્ત્રી પણ છું. અને મારામાં રહેલી સ્ત્રી મને કોર્ટમાં લડવાનું કહે છે.‘ માથામાં ગોફણથી પથ્થરનો ઘા વિંઝાય અને માણસ થોડો સમય પથ્થરના મારથી હેબત ખાઇ જાય તેવી જ હાલત અતુલભાઇની હતી. આજસુધી આવી સ્પષ્ટ રીતે મોંઢામોંઢ એમને સંભળાવવાની કોઇએ હિંમત કરી ન હતી. આજે એમની જ પુત્રવધુએ આવી હિંમત દેખાડી. પણ આખરે હતાં વેપારી એટલે ગુસ્સો કરીને પુત્રવધુ સાથે સંબંધ બગાડવાના બદલે એમણે ફોન મુકી દેવાનું મુનાસિબ માન્યું. સામેથી ફોન કટ થઇ ગયો એટલે ક્ષણવાર કશિશ ફોન સામે જોતી રહી. પછી એના ચહેરા પર સ્માઇલ આવ્યું. જો ડેડ ફોન