અમૃતની મા - ૨

  • 3.5k
  • 1.1k

અમૃત ૨ ભાગ:૨ લખતા લખતા બાના ચહેરાના ભાવ ને જોતા અમૃત ખૂબ જ અસંનજશ માં પડી ગયો કે બા શું કામ ગંભીર છે? તેણે બા ને આનંદમાં લાવવા ભજન લલકારવા માંડ્યું ,બા એક નજર નાંખી ચુપ રહી ગઈ.હમેશાં બાનો એ મજાકિયો જવાબ ગેરહાજર હતો..કે “અમૃત બેટા ,ભગવાન તો ભગવાન તેમના બધા વાહનો પણ ભાગી જશે રાગમાં તો ગા બેટા...”જોકે બાને ગમતું અમૃત ગાતો એ.તેમા પણ “એરી મે તો પ્રેમ દિવાની”તે ઉપાડતો ને બા પૂરૂ કરતી.બન્ને ધણી વાર મજાની તૂકબંધી પણ કરી લેતા.પણ આજે તો તે ખૂબ જ ગંભીર હતી. અમૃત સૂવા ઉઠ્યો તો બાએ