યોગ-વિયોગ - 1

(1k)
  • 157.8k
  • 131
  • 92.2k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧ “...અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ... જૂજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે...” ‘શ્રીજી વિલા’ની સવાર રોજ આમ જ પડતી. સવારે સાડા છ વાગ્યે તમે ઘડિયાળ મેળવી શકો એટલી નિયમિતતાથી વસુમાના અવાજમાં ભજન ગુંજવા લાગતું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં હોય કે કબીરના દોહા, ‘શ્રીજી વિલા’ની સવાર વસુમાના અવાજના અલાર્મથી પડતી. આ અવાજને આસપાસનાં ઘરોમાં વસતા ગુજરાતીઓ ‘વસુમા’ કહીને સંબોધતા. છેલ્લા અઢી દાયકાથી વસુમા અહીં જ, ‘શ્રીજી વિલા’માં વસતાં હતાં. આસપાસનો વિસ્તાર પચીસ વર્ષમાં બાળકમાંથી યુવાન થઈ ગયો હતો. વિલે પાર્લેના પશ્ચિમ વિસ્તારના રેલવેસ્ટેશનની નજીક કોઈ એક જમાનામાં