કાવતરું - 1

(81)
  • 8.5k
  • 7
  • 4.5k

કાવતરું ભાગ –1 લેખક – મેર મેહુલ “સ્યુસાઈડનો કેસ લાગે છે સાહેબ”કોન્સ્ટેબલ મોહિત ચાવડા નાકે રૂમાલ રાખી તર્ક કાઢતો હતો.તેની સામે પિસ્તાલિસેક વર્ષની સ્ત્રીનો દેહ પંખે લટકતો હતો.ચાવડા એ બેજાન શરીરનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરતો હતો.એ સ્ત્રીના હાથ લટકી ગયાં હતાં.જીભ બહાર આવી ગઈ હતી. “તને શું લાગે છે જિતુ?” “એક નજરે જોતા મને પણ એવું લાગે છે સાહેબ” કોન્સ્ટેબલ જિતુએ કહ્યું. “મને પણ એવું જ લાગે છે”એક મહિના પહેલાં ટ્રાન્સફર દ્વારા પોસ્ટિંગ મેળવેલા બત્રિસેક વર્ષના અનુભવી ઇન્સ્પેક્ટર કેયુર રાઠોડે કહ્યું. “અજીબ કહેવાય નહી સાહેબ!!!,પંદર દિવસ પહેલાં આ જ ઘરમાંથી એક સ્યુસાઇડનો કેસ નોંધાયો હતો.”કોન્સ્ટેબલ ચાવડાએ ચોખવટ પાડતાં કહ્યું. “તો મર્ડર