આળસુનો પીર (હાસ્યલેખ)

(13)
  • 5.4k
  • 2
  • 1.5k

આળસુનો પીર. નવરાત્રી શરુ થવાને હજી અઠવાડિયાની વાર હતી. એક સમી સાંજે અમારી સોસાયટીની ઉત્સાહી યુવાન બહેનો ગરબાના નવી નવી જાતના સ્ટેપ્સ શીખવા સોસાયટીના ક્લબ હાઉસમાં ભેગી થઇ હતી. અમે સીનીયર સીટીઝન બહેનો એમના ગરબાના નવી સ્ટાઈલના સ્ટેપ્સ જોવા ઉત્સુકતાપૂર્વક ખુરશીઓમાં બિરાજમાન હતી. લગભગ પંદર મિનીટ રાહ જોવા છતાં ઉર્વશી ન આવી એટલે મિતાલીએ એને ફોન કર્યો, આખી રીંગ વાગી ગઈ છતાં ઉર્વશીએ ફોન ઉપાડ્યો નહિ, એટલે મિતાલી અકળાઈ અને બોલી, ‘કોણ જાણે શું કરી રહી છે, ફોન પણ ઉપાડતી નથી’ ‘એને વોટ્સ એપ પર મેસેજ કર’ ઉમાએ કહ્યું. ‘અરે, જે વ્યક્તિ ફોન નથી ઉપાડતી, તે મેસેજ શું જોશે ?’