માર્કશીટની વેદના - 2

(30)
  • 3.9k
  • 1.3k

આપણે ભાગ-1માં જોયું કે એક માર્કશીટ પોતાની વ્યથા સાંભળાવતા કહે છે કે, પોતે કેવી રીતે એક છોકરીના હાથમાં જાય છે અને એ માર્કશીટ પરના આંકડાઓ એ છોકરીને અને એના પરિવારને ખુશ કરી જાય છે.એ જ આંકડાઓ એ છોકરીને મન વગર જ સાયન્સ લેવા મજબૂર પણ કરે છે......હવે વાંચો માર્કશીટની આગળની સફર.......... હવે તો એ છોકરીએ સાયન્સ લઈ લીધું હતું.એનું વેકેશન પણ પૂરું થઈ ગયું હતું.એ સ્કૂલે જવા લાગી હતી.હવે એ મારા ઉપર કયારેક કયારેક જ નજર નાખતી હતી.હા,એણે મને હજુ સાચવીને રાખી હતી.એ જ પેલી ફાઈલમાં.....મારી બીજી ઝેરોક્ષ કોપીની સાથે જ.