“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 4

(26)
  • 4.5k
  • 1
  • 2.6k

પ્રકરણ ૪ :અત્તર : ખૂનની મહેક“કોણે કહ્યું કે મહેક સુંદરતાની વ્યાખ્યા આપે છે, સાચવીને રેહજો,આ મહેક ખૂનીને તાગ આપે છે.”રસ્તામાં પાછા આવતા ઈન્સપેકટર જાડેજાને યાદ આવી ગયું હતું કે આવા ફૂલ અને બીજ તેમણે પહેલાં ક્યાં જોયા હતા. અને તેમાંથી મળેલા કેમિકલ વિષે જાણ થતા જ તેઓ તાત્કાલિક ગોરી સાહેબના ઘરે પહોંચ્યા. ગોરી સાહેબના રૂમની અગાશીમાં પહોંચી તેમની નજર ચારે બાજુ ફરવા લાગી, ત્યાં ઘણા બધા કૂંડા હતા જેમાં જાતભાતની વનસ્પતિના છોડ હતા. તેમની નજર ફરતી ફરતી એક કૂંડા પર સ્થાયી થઈ. આબેહૂબ એજ વનસ્પતિ અને એવા જ ફૂલ કે જે ઈન્સપેકટર જાડેજાએ ધોલપુર ગામમાં ગોરી સાહેબના ખેતરમાં જોયા હતા. ઇન્સ્પેક્ટર જાડેજાની નજર સીધી જ