જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 27લેખક – મેર મેહુલ નિધિ સાથે વાત કરી હું માફી માંગવા ઇચ્છતો હતો.મેં જે કર્યું એ માફ કરવા લાયક તો નહોતું જ છતાં મારે પ્રાશ્ચિત કરવું હતું.હું કોલેજમાંથી રેસ્ટીકેટ કરવામાં આવ્યો છું એટલે તેણી મને પ્રોફેસર બી.સી.પટેલની ઑફિસમાં લઇ ગઈ અને કહ્યું, “તમારા વિરુદ્ધ ફરિયાદ છે.જૈનીત વતી.તમે તેની સાથે જે અન્યાય કર્યો છે તેના માટે?”“શું બકવાસ કરે છે તું?,તને ખબર છે એણે શું કર્યું છે?”પ્રોફેસર ખુરશી પરથી ઉભા થઈ ગયા.“બકવાસ કોણ કરે છે એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે.તમે જે રીતે તમારા ગુંડાઓને સાચવો છો એ પુરી કૉલેજને ખબર