ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 6 વિજય શાહ “રાજ્જા મને લાગે છે કે ઘરમાં બેસી રહેવાને બદલે તારું ટીફીન લઈને હું ઓફીસ આવી જઉં. સાથે જમશું અને કામ કાજ્માં મદદ કરીશ અને સાડા ચારે રોશની અને દીપ સ્કુલથી આવે એટલે ઘરે આવી જઈશ.” “પછી બપોરની તારી ઉંઘનું શું થશે?” “છોકરા સ્કુલે જતા રહે પછી આમેય ઘરમાં કામનું કામ રહેતું નથી”. “કેમ? સવારથી રસોડું ચાલતું હોયને?” “હા. પણ બાર વાગે ,સુમતિ બા અને પપ્પા તો ઉંઘતા હોય અને મને તો તારો સંગ વધારે ગમે એટલે ટીફીનમાં તારા ભાવતા ભોજનો સાથે હું પણ કંઈ કામ શીખીશ.” ” ભલે. આવજે પણ સ્ટાફ સાથે