સંબંધો નુ સોગંદનામું વિજય ખુબ જ ગુસ્સામાં હતો, મંદિરમાં આવી તે દિવાલ પર જ હાથ ની મુઠ્ઠી વાળી મુક્કા મારવા લાગ્યો. તે પોતાના જીવની બધી ફરીયાદ ખુલ્લાં મને મંદિરે આવી ભગવાન ને કરતો, આથી તેના મનમાં ખણી શાંતી થતી. અને પછી મંદિર નુ વાતાવરણ ખુબ મોહક લાગતુ, પણ આજ એવું ના થયું.આજ તો જોત જોતામાં તો એના હાથમાં થી લોહી વહેવા લાગ્યું. ત્યારે જ સાક્ષીની નજર વિજય પર પડી, એક ૬ફિટ ઊંચાઈ ધરાવતો, કશરતથી કસાયેલ સુડોળ શરીર વાળો,