ચણોઠીનાં વન એટલે જીવન - 5

  • 3.1k
  • 1.5k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 5 વિજય શાહ સંવેદન ૯ હાથ ઉંચા કરી કહે હવે તે ના થાય જ્વલંતના બાપા અમુલખ રાય ખુશ હતા. હીનાએ વંશજ આપ્યો હતો. તેની ખુશી તેમના ચહેરા ઉપર છલકાતી હતી. તેઓ તો દીકરાને નહાઇ ધોઇને તૈયાર થઈને પથારીમાં બેઠેલો જુએ એટલે કહે બરોબર નગરશેઠ જેવો ઠાઠ છે અને બગલાની પાખ જેવો ધોળો ધબ વેશ છે. છ મહિના નો થયો અને બરોબર રમાડવા જેવો થયો ત્યારથી દાદાજી અને દીકરો સવાર અને સાંજ સાથે રમે. જાણે દાદજીની દરેક વાત સમજતો હોય તેમ હોંકારા પુરાવે અને ખીલ ખીલાટ હશે.રોશની નો ભાઈ એટલે દીપ એનું નામ.સુમતિબા એને હીંચકા નાખે