“વમળ..!” (લોન્ગ સ્ટોરીઝ કોમ્પિટિશન અંતર્ગત ત્રીજા સ્થાને પસંદ પામેલ વાર્તા) - 3

(25)
  • 4k
  • 4
  • 1.7k

પ્રકરણ ૩ :સૂરાગ : એક ષડયંત્રની શરૂઆત“ચારેબાજુ જોયું તો ઘોર અંધારૂ ફેલાયું છે, સૂરાગની બધી કડીઓ નીચે એક સત્ય છુપાયું છે.”"ચંદ્રકાંત ગોરીની ડેડબોડીની આજુબાજુ રહેલી તમામ વસ્તુઓ અમે પુરાવા તરીકે લાવ્યા હતા. તમને નવાઈ લાગશે સર પણ આ કંઈ સાદો ધાબળો નથી, બહુ ખુશ્બુદાર બ્લેંકેન્ટ છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમાં "બ્લ્યુ દે ચેનલ"નામનું પરફ્યુમ છાંટવામાં આવ્યું છે. "ડૉ. કુમારે ઘટસ્ફોટ કર્યો. ઇન્સ્પેક્ટર જાડેજા ના મગજ માં અચાનક સવાલોની વર્ષા શરૂ થઈ.ધાબળામાં પર્ફ્યુમ કોઈ કેમ છાંટે? આ આદત સમજવી થોડી અઘરી હતી. જાડેજાને આ પર્ફ્યુમ વાળી વાત સામાન્ય ના લાગી.. એ પર્ફ્યુમની બોટલ જાડેજાના મગજમાં ઘૂસી ગઈ હતી. ઘરના સદસ્યો અને તેમના મિત્રો