સમય ખુબ ખરાબ ચાલે છે. (1) તેની આંખો ખુલી અને ઉપર ફરતાં પંખા પર અટકી ગઈ. તેનું ગળું સુકાતું હતું, કોઈ આવે અને તેને પાણી પીવડાવી જાય તો રાહત થાય... કોઈ શું કામ આવે, માલતી જ આવે તો સારું અને હા ! તે જ કાયમ હાસ્ય રેલાવતી ઠુમક ઠુમક આવતી અને એના હાથમાં પાણીની ઓરેન્જ કલરની પ્લાસ્ટીકની બોટલ તો હોય જ. પાણી પીતા પીતા તેની નજર તો અનેકવાર માલતીના દેહલાલિત્ય પર મંડરાતી રહેતી. એને નીરખીને જ તે પોતાનું અડધું દર્દ ભૂલી જતો હતો. તે એ વિચારતો હતો કે આ ગામડાની છોકરીએ કેમ જાણે નર્સિંગનો કોર્સ કર્યો હોય તે રીતે તેની