બદલાવ

(21)
  • 3.1k
  • 4
  • 825

આજે સવારે હજી તો સાત વાગ્યા ત્યાં જ નવ્યાબેને એમના લાડલા રાજકુમાર કલાપને ઉઠાડી દીધો. બપોરના બાર વાગ્યા સિવાય ન ઉઠનાર કલાપને પણ આજે કમને ઉઠવું પડ્યું. નવ્યાબેન ઝડપથી એક પછી એક આદેશો આપતા હતા. ઘરના નોકરચાકર પણ આજના દિવસનું મહત્વ સમજીને બધું કામ જલ્દી આટોપતા હતા. કલાપના પપ્પા રાહુલભાઈ કે જેમને ક્યારે પણ એમના ધંધામાંથી ફુરસદ નહોતી એ પણ આજે ઘરે જ હતા. રાહુલભાઈને પોતાની પ્લાસ્ટિકની ફેકટરી હતી. આ ફેક્ટરી એમના માટે એમનું બીજું સંતાન જ હતી કે જેને એમણે સ્વબળે ઉભી કરી હતી. આજે બજારમાં કોઠારી ઈન્ડસ્ટ્રીનું જે નામ હતું એ રાહુલભાઈને જ આભારી હતું. રાહુલભાઈનો જન્મ