“દિલ”ની કટાર..... - લોકડાઉન - 3.5

(13)
  • 4.4k
  • 3
  • 2.1k

" દિલ"ની કટાર...સમય સંજોગ એવાં આવ્યાં કુંડાળામાંજ હવે રાખો પગ.પહેલાંના સમયમાં કહેવામાં આવતું કુંડાળામાં ન પડે પગ.કોરોનાએ કર્યો એવો પગપેસારો નર ના કાઢે ઘર બહાર પગ.દૂર દૂર રહી સાવધ રહો રોગનો ના ઘરમાં આવે પગ.ખાનગી કામધંધા બંધ, વાહન વ્યવહાર બંધ, સરકારી કામકાજ બંધ. ફક્ત નિયત સમયમાં ચાલે બેન્ક પોસ્ટ દવાની અને કરિયાણાની દુકાન.સાવધ એવાં રહો કે ફળ શાકભાજી ખાવ પણ ખૂબ ધોઈ ચોખ્ખા કરી ખાવ.જરૂરી કર્યું... હોટલ સિનેમા મોલ બંધ. જોઈ લો ટેવાઈ ગયાં સહુ શહેર ગામનાં જણ.રોડ રસ્તા મોલ બજાર સિનેમા હોટલ બધે બસ સન્નાટો જ સન્નાટો..ઘર કરી ગયો ભય...ક્યારેય ના. જોયાં હોય એવાં દ્રશ્ય જોવા મળી રહયાં છે.