2150 નો સમય મી.રંગનાથન એમની લેબમાં બેઠા છે.મેડીકલ સાયન્સ પર કામ કરતાં એમણે પૃથ્વી પરના મોટા ભાગના રોગોને સાધ્ય કરી લીધા છે.હવે તેઓ નવા જન્મતા બાળકના શરીરને અભેદ કવચ બનાવવા મથી રહ્યાં છે.જેનાથી એના પર કોઈ રોગના જીવાણું હુમલો કરે તો પણ તેનું શરીર જ સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે.રોગ જ લાગુ ન પડે.રોગ નામના શત્રુને કાયમ સમાપ્ત કરી દેવાની એમની ઈચ્છા છે,એમણે એમના એ મિશનને'મિશન શરીર સુરક્ષા'નામ આપ્યું છે.મેડીકલ સંશોધન ક્ષેત્રે ભારતનું નામ એમને રોશન કર્યું છે.વિશ્વ આખામાં એમના નામનો ડંકો વાગે છે.સમગ્ર માનવ જાત માટે એ દેવદૂતથી કમ નથી. એમનો એક દીકરો એમનાથી પાંચેક કિમી દૂર એક બીજી