અનુકૂળ થયા તો રાજી કર્યા ને રાજી થયા

  • 4.6k
  • 2
  • 1.3k

આજે ઓફિસે જવાનું હતું... દરરોજની જેમ... આમ તો white કોલર જોબ કહેવાય....સવાર સવારમાં તૈયાર થઈ ગયો.... ૯:૦૦ વાગ્યે ઓફિસે પહોંચવાનું હોય દરરોજની જેમ...અને સાંજે ૭:૦૦ વાગ્યે પાછા...... એટલે સવારનો નાસ્તો કરી લીધો જ હતો ત્યાં પપ્પા : (જે ભણ્યા નહીં એટલે જેને સુથારી કામ કર્યું અને હવે રીટાયર થયા..)લ્યા લાલ્યા આ આજે બેંકે જવાનું છે...પેલા મારા ફિકસ ડીપોઝીટ રીન્યુ કરાવાનું છે.... લાલ્યો : (આમ‌ તો મારું નામ રવિ છે પણ ઘરમાં આ જ નામથી બોલાવાય છે)અરે મારે કયારે જવું...૯:૦૦ વાગ્યા પહેલાં બેંક ન ખુલે ને ૭:૦૦ વાગ્યા પછી બંધ થઈ ગઈ હોય... પપ્પા : સાલો એક પણ ‌કામમા આવે છે