હવેલીનું રહસ્ય - 9

(30)
  • 3.6k
  • 6
  • 1.5k

આત્માએ લિપ્તાને ઘર સુધી પહોંચાડી દીધી હતી. હજી પણ એ મૂર્છિત અવસ્થામાં જ હતી. આવી હાલતમાં પણ એની આંખના આંસુ વહેતા જ હતા. હેમિષાબેન આખી રાત એની પાસે જ બેઠા હતા. હવે તો સવાર પડી ગઈ હતી. છતાં લિપ્તા ભાનમાં આવવાનું નામ નહોતી લેતી. હોશમાં આવીને એ તૂટક તૂટક શબ્દો બોલતીને રડતાં રડતાં ફરી બેભાન થઈ જતી. હવે હેમિષાબેનને લિપ્તાની ચિંતા થતી હતી. એમણે આત્માને યાદ કરી. થોડા સમયમાં આત્મા એમની સામે આવી. લિપ્તાની આ હાલત જોઈ આત્મા પણ દ્રવી ઉઠી. આત્માએ મોઢા આગળ હાથ રાખીને કોઈ મંત્ર બોલ્યો. મંત્રના પુરા થતા જ આત્માના હાથમાં એક પાણી જેવું પ્રવાહી