દિલાસો - 13

(14)
  • 3.5k
  • 2
  • 1.3k

જેવી રિતે આપણે અગાઉ જોઈ ગયા કે રાજુ દારૂ પીવા માટે પરિવારને અચાનક થાપ આપીને હુરિયાના અડ્ડેં પહોંચી ગયો હતો, તે પણ પોતાની બૂન અને પત્ની ને છેતરીને દારૂ પીવામાં બરાબર વ્યસ્ત હતો. જાણે ઘણા દન પછી દારૂ પીવા મળ્યો હોય તેમ પોતાને માની રહ્યો હતો. પણ તેને જરા ખબર નહોતી કે પરિવાર ને આંખોમાં અદૃશ્યની ધૂળ વધારે સમય સુધી ટકી શકતી નથી. તે ખંખેરાઈ જાય ત્યારે સત્યનું સચોટ પ્રતિબિંબ કાચમાં દેખાડે છે. એટલે જ્યારે કાન્તા અને તેની પત્ની રાજુ અને હૂરિયાને ખરી ખોટી જબરદસ્ત વાક્ય યુદ્ધ છંછેડી દે છે. જાણે કંઈ વરસોનો બદલો લેતી હોય તેવું લાગી રહ્યું હતું.