રાઈટ એંગલ - 18

(19)
  • 2.6k
  • 1
  • 1.4k

રાઈટ એંગલ પ્રકરણ–૧૮ ‘કશિશ શું કામ આવું બોલી?‘ બે–ચાર દિવસ થયા તો ય ધ્યેયના મનમાંથી આ સવાલ હટતો ન હતો. કશો જવાબ પણ મળતો ન હતો. શું હશે કશિશના મનમાં જેને કારણે એ આ લડાઇ લડી રહી છે? એમને એમ છઠ્ઠી મે આવી ગઇ એટલે એણે કશિશને ફોન કર્યો જસ્ટ જણાવી દેવા કે કાલે કોર્ટમાં તારીખ છે એટલ હાજર રહેવાનું છે. ‘હાય! કાલે કોર્ટમાં પધારજો મેડમ...તારીખ છે!‘ ધ્યેયએ ફોન કરીને કોર્ટની તારીખ યાદ કરાવી એટલે કશિશ આશ્ચર્યચક્તિ થઇ ગઇ. ધ્યેય આવી બાબત જણાવવા ફોન કરે? ‘થેન્કસ...બાય ધ વે રાહુલનો ફોન આવી ગયો.‘ કશિશ બોલી એટલે ધ્યેયએ પેલીવાત કેમ પૂછવી તે