Original Hindi By Neelam Kulshreshtha Gujarati Translation by Arati Santosh Dr. Neelam Kulshreshtha is one of the senior most journalists in Hindi and feminist authors and founder of Asmita Manch a women forum for writings. She bagged many awards on her books containing women’s place in Indian culture. લે, જો.... નીલમ કુલશ્રેષ્ઠ ગુજ. અનુ - આરતી સંતોષ ઊંચાનીચા વળાંકો ધરાવતી ટેકરીઓ પરથી કેબ જઈ રહી હતી. ક્યારેક મેદાન જેવું આવતું, તો ક્યારેક સર્પાકાર ચઢાણ આવી જતું. મમ્મી તો સાપુતારાની ત્રણ હજાર ફીટની ઊંચાઈને લીધે કેટલું હસી હતી, “વાહ ! ગુજરાતનું સાપુતારા હિલ સ્ટેશન-સહેજ અમથો માટીનો ઢગલો થઈ ગયો તો