નસીબ......વાર્તા...દિનેશ પરમાર નજર --------------------------------------------------------------------------એક બિન્દુ વિસ્તર્યું સરવર થયું,ચાંચ લીધાં બે તણખલાં,ઘર થયું! મ્હેકના સાતે સમુદ્રો ખળભળ્યા, ચાંદની જેવું જ કૈં ઝરમર થયું! - નયના જાની -------------------------------------------------------------------------- ચાલુ ગાડીએ ઝીણી આંખે ડ્રાઇવરે, હાઇવે પર લાગેલા બોર્ડ તરફ જોયું. " બાલનંદન અનાથાશ્રમ" પાંચ કિલોમીટર બાકી રહ્યું હતું. ચાલુ ગાડીએ બાજુની સીટ પર બેઠેલા સૂર્યકાંત તરફ જોયું,તેઓ અમદાવાદ થી સવારે નીકળ્યા ત્યારથી જાગતા જ હતા. બન્નેની આંખો મળતા બસ હવે આપણે નજીકજ છીએ તેવો આંખથી સૂર્યકાંતે જાણે ઈશારો કર્યો. પાછળ ની શીટ પર, થાકીને સૂઈ ગયેલ દંપતી, મોતીલાલ અને લલિતા બેન હાલ જાગી ગયા